એલ્યુમ્ની મીટ ૨૦૨૦
જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી ની વેટરનરી કોલેજમાં સોરઠ એશોસિયેશન ઓફ વેટરનરી એલ્યુમ્ની જુનાગઢ (સાવજ) દ્વારા તા. ૨૩ ફેબ્રુઆરી નાં રોજ પ્રથમ એલ્યુમ્ની મીટ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ એલ્યુમ્ની મીટ માં વેટરનરી કોલેજ નાં ૧૭૦ જેટલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પોતાની જૂની યાદો તાજી કરી હતી. આ પ્રસંગ યુનિવર્સીટીનાં માન. કુલપતિશ્રી ડૉ. વી. પી. ચોવટીયા નાં અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં સાવજ ડેરી નાં ચેરમેન રામશીભાઈ ભેટારિયા તેમજ વડોદરા વાઈલ્ડ લાઇફ નાં નાયબ વન સંરક્ષકશ્રી, ડૉ. ધવલ ગઢવી મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા. આ એલ્યુમ્ની મીટ ૨૦૨૦ માં અત્રેની વેટરનરી કોલેજની નવી સુધારેલ ડોક્યુમેન્ટરી નું વિમોચન મંચસ્થ મહાનુભાવો નાં હસ્તે કરવા માં આવેલ. આ કાર્યક્રમમાં પધારેલ ડૉ. ધવલ ગઢવી નાયબ વન સંરક્ષકશ્રી દ્વારા “કેરિયર ડેવલોપમેન્ટ ઇન ધ ફિલ્ડ ઓફ વેટરનરી સાયન્સ એન્ડ બિયોન્ડ” વિષયક વ્યાખ્યાન આપેલ હતું. કાર્યક્રમનાં અંતે જનરલ બોડી મિટિંગ બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર કર્યો હતો. આ એલ્યુમ્ની મીટનું સફળ આયોજન વેટરનરી કોલેજનાં ડીનશ્રીડૉ. પી એચ ટાંક તેમજ એલ્યુમ્ની એશોસિયેશન નાં મંત્રીશ્રી ડૉ. વૈભવસિંહ ડોડિયા તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવેલ હતું.