Articles

“સેન્ટર ઓફ એકસલન્સ ઓન સોઇલ એન્ડ વોટર મેનેજમેન્ટ” યોજના તેમજ “ટાટા સ્ટીલ કંપની” ના સયુંકત ઉપક્રમે જુલાઈ ૧૯, ૨૦૧૭ ના રોજ “મગફળી અને કપાસની આધુનિક ખેતી પધ્ધતિ તેમજ જળ વ્યવસ્થાપન” વિષય ૫ર યોજાયેલ એક ખેડૂત શિબીર

     જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીહસ્તકનાસેન્ટર ઓફ એકસલન્સઓન સોઇલ એન્ડ વોટર મેનેજમેન્ટયોજનાતેમજટાટા સ્ટીલ કંપની” ના સયુંકત ઉપક્રમે જુલાઈ૧૯, ૨૦૧૭ ના રોજ  “મગફળી અને કપાસની આધુનિક ખેતી પધ્ધતિ તેમજ જળ વ્યવસ્થાપનવિષય પર ક્રિષ્ના હોટલ એન્ડ ગાર્ડન રેસ્ટોરન્ટ, વડાલ ખાતે એક ખેડૂત શિબીરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબીરનું ઉદ્ઘાટન જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડૉ. .એમ. પારખીયાસાહેબે કરેલ તથા આ કાર્યક્રમમાં ડૉ. એન.કે.ગોટીયાસાહેબ, ડૉ.કે.એલ.ડોબરિયાસાહેબ, ડૉ. એલ.કે.ધડુકસાહેબ, ડૉ.જી.વી.પ્રજાપતિઅને ગૌતમભાઈ પટેલ, ટાટા સ્ટીલના પ્રતિનિધિ તેમજ શબીરભાઈ વોરા,સોરઠ સેલ્સ, જુનાગઢ હાજર રહેલ અને દીપ પ્રાગટ્ય કરી આ શિબિર શરૂ કરવામાં આવેલ.

     આ શિબીરમાં ખેડૂતમિત્રોને મગફળીની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ, કપાસની ખેતી કરતા ખેડૂતોની આવક બમણી કરવાના ઉપાયો, કપાસમાં સંકલિત જીવાત નિયંત્રણ, જળ સંચયનું મહત્વ અને વિવિધ ઉપાયો, પિયત વ્યવસ્થાપન, ડુંગળીનો સંગ્રહ તેમજ તેની મૂલ્યવૃદ્ધિ, મલ્ચીંગ તેમજ ટપક સિંચાઈ પધ્ધતિ દ્વારા પાણીનો કાર્યક્ષમ ઉપયોગ તેમજ ટપક સિંચાઈ પધ્ધતિની જાળવણી જેવા માહિતીસભર વ્યાખ્યાનો યુનિવર્સિટીના જે તે વિષયના નિષ્ણાતશ્રીઓ દ્વારા આપવામાં આવેલ. શિબીરના અંતે સોરઠ સેલ્સ, જુનાગઢ દ્વારા દરેક ખેડૂતમિત્રને ટાટા કંપનીનો એક-એક પાવડો ભેટ તરીકે આપવામાં આવેલ. આમ આ શિબીર “સેન્ટર ઓફ એકસલન્સઓન સોઇલ એન્ડ વોટર મેનેજમેન્ટ” આરટીટીસી દ્વારા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવેલ.

1_001
1_002
1_003
1_004
1_005
1_006
1_007
1_008
1_009
1_010
1_011
1_012
1_013
1_014
01/14 
start stop bwd fwd