ઓનલાઈન અરજી તથા પ્રિન્ટ કાઢવાની છેલ્લી તારીખ ૩૧-૦૩-૨૦૨૫ છે.
- 1) એક ઉમેદવાર એક આધારકાર્ડ/લાયસન્સ પર એક જ અરજી કરી શકશે જો એક કરતા વધારે અરજી માલુમ પડશે તો વધારાની બધી અરજી તથા અધૂરી વિગતવાળી અરજી રદ કરવામાં આવશે.
- 2) પ્રવેશ અંગેની શરતો માટે અહિયાં દબાવો
- 3) પ્રવેશ વખતે ઓનલાઈન અરજીની પ્રિન્ટમાં અરજદારે સહી કરવી અને તેમાં ફોટો લગાવી સાથે લાવવાનું રહેશે.
- 4) પ્રવેશ આપવામાં આવે ત્યારે નીચે મુજબના અરજીપત્રક સાથે પ્રમાણિત નકલ તેમજ ચકાસણી માટે ઓરીજનલ આધાર પુરાવા લાવવાના રહેશે.
- કોઈ પણ ધોરણ પાસ થયેલ પરીક્ષાની ગુણપત્રક તેમજ શાળા છોડયાનું પ્રમાણિત નકલ.
- જંતુનાશક દવાના વિક્રેતાના અવસાનનું મરણ સર્ટીફીકેટ તેમજ લાયસન્સ સાથે લાવવાનું રહેશે.
- તાલીમ લેનારનું આધાર કાર્ડની નકલ.
- રૂ. ૩૦૦ ના સ્ટેમ્પ પેપર ઉપર સીધીલીટીના વારસદારનું સંમતિ પત્રક સાથે લાવવાનું રહેશે.
- અવસાન થયેલ વ્યક્તિએ કોર્ષ કરેલ હોય તો તે સર્ટીફિકેટની નકલ અથવા લાયકાત સર્ટીફિકેટની નકલ સાથે લાવવાની રહેશે.
- સીધીલીટી નાં વારસદારનું પ્રમાણપત્રની નકલ સાથે લાવવાની રહેશે.
- 5) જેમને અગાઉ અરજી કરી છે તેમને અરજી કરવી નહી. જો કરશે તો બન્ને અરજીઓ રદ પાત્ર થશે.
- => નીચે પૈકી લાલ( * )ની નિશાની કરેલ દરેક બોક્ષ ફરજીયાત ભરવાના રહેશે.
જંતુનાશક ડીલર્સનો “સર્ટીફીકેટ કોર્ષ ઓન પેસ્ટીસાઇડ મેનેજમેન્ટ” કોર્ષ પ્રવેશ અંગેની ઓનલાઈન અરજી તા.૧૦ -૦૩ -૨૦૨૫ ના બપોરે ૧૨:૦૦ કલાક થી તા.૩૧-૦૩-૨૦૨૫ ના રાત્રીના ૧૨ વાગ્યા સુધી ચાલુ રહેશે.