જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી - જૂનાગઢ

ખરીફ-ર૦ર૦ માટે યુનિવર્સિટી ઉત્પાદીત મગફળીના પ્રમાણિત બિયારણ મેળવવા માટેની ઓનલાઈન નોંધણીની અરજી

ઓનલાઈન અરજી ભરવા માટે ની જરૂરી શરતો : Re-Print Application View List

ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ૦૬-૦૫-૨૦૨૦ હતી જેથી ફક્ત પ્રિન્ટ કાઢીશકાશે.

 • 1) ખાતેદાર ખેડૂતોના "૮-(અ)" માં નોંધાયેલ નામો પૈકી કોઈ ૫ણ એક ખેડૂત ખાતેદાર પોતાના આધારકાર્ડ સાથે એક જ અરજી કરી શકશે. જો એક કરતાં વધારે અરજી માલુમ ૫ડશે તો વધારાની બધી જ અરજીઓ રદ્દ કરવામાં આવશે.
 • 2) ઓનલાઈનન અરજીની નોંધણી થયા બાદ આ પાવતીની પ્રિન્‍ટ કાઢીને તેમાં અરજદારે સહી કરવી અને બિયારણ લેવા આવતી વખતે પાવતી જમા કરાવવાની રહેશે તેમજ બિયારણ લેતી વખતે અરજીમાં દર્શાવેલ પુરાવા જેવા કે આધારકાર્ડની નકલ, જમીનનો ૮-(અ) નો તાજો અસલ દાખલો (છ મહિનાથી જૂનો દાખલો ચાલશે નહીં), બેંકની પાસબુકના પ્રથમ પાનાની નકલ (અરજદારનો ખાતા નં. અને બેંકનો IFS Code વંચાય તેવો હોવો જોઈએ) અરજીની ૫હોંચ સાથે રજુ કરવાના રહેશે. ઉ૫રોકત બધા પુરાવામાં ખેડૂત ખાતેદારની અટક અને નામ એક સરખા હોવા જરૂરી છે. જો ફેરફાર હશે તો અરજી માન્‍ય ગણવામાં આવશે નહીં.
 • 3) મગફળી બિયારણની નોંધણી માટેની અરજી ફકત ઓનલાઈન જ (અહીંથી જ) સ્‍વીકારવામાં આવશે.
 • 4) જો કોઈ અરજદારની માહિતી ખોટી/અપૂરતી/ઘટતી જણાશે તો તેવા અરજદાર ની અરજી રદ થશે અને નીચે પૈકી લાલ( * )ની નિશાની કરેલ દરેક બોક્ષ ફરજીયાત ભરવાના રહેશે.
 • 5) માન્‍ય અરજીવાળા ખેડૂત અરજદારભાઈઓને મળવાપાત્ર બિયારણની માહિતી અને બિયારણ કયારે લેવા આવવું તેની માહિતી આ૫ના દ્વારા અરજીમાં નોંધવામાં આવેલ મોબાઈલ નંબર ૫ર SMS થી જાણ કરવામાં આવશે.
 • 6) બિયારણ ખરીદી માટે અરજદારને ફાળવવામાં આવેલ તારીખે જ બિયારણ મળશે. એટલે કે અરજદારને જે તારીખો બિયારણ લેવા આવવા માટે ફાળવવામાં આવેલ હોય તે તારીખો એજ લઈ જવાનું રહેશે. અન્‍યથા તે તારીખ બાદ અરજદારની અરજી અમાન્‍ય ગણવામાં આવશે અને તે ખેડૂતને ત્‍યારબાદ બિયારણ ખરીદીનો લાભ આ૫વામાં આવશે નહીં.
 • 7) બિયારણની ફાળવણી માટે આપના દ્વારા કરવામાં આવેલ ઓનલાઈન અરજીની ચકાસણી બાદ અધિકૃત કોમ્પ્યુટરાઇઝડ સિસ્ટમથી રેન્ડમાઈઝેશન કરવામાં આવશે અને તે મુજબ બિયારણ વિતરણ કરવામાં આવશે. પાછળથી કોઇ પણ દાવો ગ્રાહય રાખવામાં આવશે નહીં.
 • 8) મગફળીની જાતો જીજી-૨૦ અને જીજેજી-૨૨ પૈકી કોઇપણ એક જાતનું બિયારણ, આપનો નંબર આવે ત્યારે જે વેરાયટીનો અનેજે કક્ષાનો જથ્થો હાજર હશે તેમુજબ અરજી દીઠ વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં ૧૦ બેગ સુધી મળવાપાત્ર થશે, (૧બેગ=૩૦ કિલો ડોડવા)
 • 9) હાલમાં દેશમાં ફેલાયેલ COVIND-19 ની મહામારીના કારણે જે ખેડૂતમિત્રોની અરજી મંજુર થાય અને તેઓ બિયારણ લેવા માટે આવે ત્યારે જેતે સમયે ગુજરાત સરકારશ્રીની માર્ગદર્શક સૂચનાઓ અમલમાં હશે તેનું ચુસ્તપણે પાલન કરવાનુઁ રહેશે.
 • *) જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી, મેગાસીડ-જૂનાગઢ ખાતેથી જ બિયારણ રુબરૂ મેળવવાનું રહેશે.
 • *) બિયારણના ભાવ મંજુર થયે યુનિવર્સીટીની વેબસાઈટ પર મુકવામાં આવશે.

Copyright (c) 2020, Junagadh Agricultural University.Developed and Powered by Information Technology Cell, JAU.