કૃષિ મહાવિદ્યાલય, જુ.કૃ.યુ., જુનાગઢ દ્વારા ભારતીય કૃષિના ૨૫ વર્ષ: પરિવર્તન અને આગળનો માર્ગ વિષય પર એક સેમીનારનું આયોજન તા:૨૫-૦૯-૨૦૨૬ નાં રોજ કરવામાં આવેલ.
કૃષિ મહાવિદ્યાલય, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, જુનાગઢ દ્વારા ભારતીય કૃષિના ૨૫ વર્ષ: પરિવર્તન અને આગળનો માર્ગ વિષય પર એક સેમીનારનું આયોજન આજ-રોજ તા:૨૫/૦૯/૨૦૨૬ નાં રોજ માન. કુલપતિશ્રી ડો. વી.પી. ચોવટિયા સાહેબ, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, જુનાગઢના અધ્યક્ષ સ્થાને કરવામાં આવેલ. ડો. વી.પી. ચોવટિયાએ છેલ્લા ૨૫ વર્ષ દરમ્યાન કૃષિ ક્ષેત્રે ગુજરાત અને દેશમાં થયેલ જુદા-જુદા પરિવર્તન અને મેળવેલ સિદ્ધિઓ તથા આવનાર પડકારો વિષે વિસ્તૃત માહિતી આપેલ. આ કાર્યક્રમમાં સંશોધન નિયામકશ્રી ડો. એ. જી. પાનસુરીયા, કુલસચિવશ્રી ડો.વાય.એચ. ઘેલાણી અને નિયામકશ્રી વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃતિઓ ડો. આર.એમ. સોલંકી દ્વારા પણ કૃષિ ક્ષેત્રના યોગદાન પર જુદા-જુદા વક્તવ્ય આપવામાં આવેલ. આ સેમીનાર દરમ્યાન કુલ ૪૮ જેટલા અનુસ્નાતક વિધાર્થીઓ દ્વારા પોસ્ટર પ્રેઝન્ટ કરવામાં આવેલ. ઉપરોક્ત કાર્યક્રમમાં વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી (ઇ.) ડો. એચ. સી. છોડવડિયા, આચાર્ય અને ડીનશ્રી, કૃષિ મહાવિદ્યાલય, ડો. પી. ડી. કુમાવત, સી.એ.ઈ.ટી. કોલેજના આચાર્ય અને ડીનશ્રી ડો. કે. સી. પટેલ, પી.જી.આઈ.એ.બી.એમના આચાર્યશ્રી, ડો. સી. ડી. લખલાણી, જુદી-જુદી કોલેજોના આચાર્યશ્રીઓ, સીનીયર સાયન્ટીસ્ટ, (IIGR), જુનાગઢ ડો. એમ. વી. નટરાજા, જુદા-જુદા વિભાગીય વડાશ્રીઓ, શિક્ષકશ્રીઓ, રેક્ટરશ્રી અને કૃષિ મહાવિદ્યાલયના એકેડેમિક ઇન્ચાર્જ તેમજ શિક્ષણ શાખાના સ્ટાફગણ પણ ઉપસ્થિત રહ્યા હતા. આચાર્ય અને ડીનશ્રી, કૃષિ મહાવિદ્યાલય, ડો. પી. ડી. કુમાવત દ્વારા તમામનું સ્વાગત કરવામાં આવેલ અને અંતમાં ડો. બી. એચ. તાવેથીયા, સહ. પ્રાધ્યાપક દ્વારા દરેક હાજર અધિકારીશ્રીઓ તેમજ વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરેલ.