જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની બાગાયત મહાવિદ્યાલયનું જિલ્લા કક્ષાની શેરી નાટક સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન: દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરી, જૂનાગઢ દ્વારા આયોજિત "કલા મહોત્સવ" અંતર્ગત શેરી નાટક સ્પર્ધા (લોકસભા - ૨૦૨૬) નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી સંલગ્ન બાગાયત મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ અભિનય અને
અસરકારક સંદેશા સાથે દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરી રૂ. ૩૧,૦૦૦/- નું રોકડ પુરસ્કાર મેળવી યુનિવર્સિટી અને મહાવિદ્યાલયનું ગૌરવ વધાર્યું છે. આ સ્પર્ધામાં જિલ્લાની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓની ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. બાગાયત મહાવિદ્યાલયની ટીમે સામાજિક જાગૃતિ અને લોકશાહીના પર્વ સમાન અત્યંત સચોટ અને હૃદયસ્પર્શી શેરી નાટક રજૂ કર્યું
હતું. વિદ્યાર્થીઓની આ શાનદાર સિદ્ધિ બદલ બાગાયત મહાવિદ્યાલયના આચાર્ય અને ડીનશ્રી, તેમજ તમામ પ્રાધ્યાપકગણ અને સ્ટાફ પરિવારે વિજેતા ટીમ તથા તેમના માર્ગદર્શક પ્રાધ્યાપકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે અને આગામી સ્પર્ધાઓ માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી છે.