Orientation cum Induction programme - 2026 - COA Junagadh
કૃષિ મહાવિદ્યાલય, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, જુનાગઢ ખાતે અનુસ્નાતક કક્ષાના પ્રથમ સત્રમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ માટે તા. ૨૯/૦૯/૨૦૨૬ના રોજ ઓરિએન્ટેશન કમ ઇન્ડક્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન સંશોધન નિયામકશ્રી ડો. એ. જી. પાનસુરીયા, જુકૃયુ., જુનાગઢે સંભાળ્યું હતું. તેમણે નવપ્રવેશિત અનુસ્નાતક વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી કૃષિ ક્ષેત્રે રહેલી ઉજ્જવળ તકો અંગે માર્ગદર્શન આપ્યું હતું તેમજ અનુસ્નાતક અભ્યાસ દરમિયાન સંશોધન સમસ્યાઓની ઓળખ અને સંશોધન કાર્યમાં એન્ટી-પ્લેગેરિઝમ પોલિસીના મહત્વ અંગે માહિતગાર કર્યા હતા. કુલસચિવશ્રી ડો. વાય. એચ. ઘેલાણીએ વિદ્યાર્થીઓને યુનિવર્સિટીની શૈક્ષણિક પ્રક્રિયાઓ તથા ઉપલબ્ધ શૈક્ષણિક સુવિધાઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. નિયામકશ્રી, વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃત્તિઓ, ડો. આર. એમ. સોલંકી તથા સહ સંશોધન નિયામકશ્રી ડો. વી. ડી. તારપરાએ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી રમતગમત, વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃત્તિઓ તથા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને વ્યક્તિ નિર્માણ તેમજ અનુસ્નાતક સંશોધન અંગે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં ઇન્ચાર્જ વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડો. એચ. સી. છોડવડીયા, આચાર્ય અને ડીનશ્રી, કૃષિ મહાવિદ્યાલય ડો. પી. ડી. કુમાવત, વિવિધ વિભાગોના વડાશ્રીઓ, શિક્ષકશ્રીઓ, રેક્ટરશ્રીઓ, એકેડેમિક ઇન્ચાર્જ, અનુસ્નાતક વિદ્યાર્થીઓ તથા શિક્ષણ શાખાના સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે ડો. પી. ડી. કુમાવતે ઉપસ્થિત મહાનુભાવો અને વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું હતું જ્યારે અંતે ડો. એ. એસ. જાડેજાએ ઉપસ્થિત અધિકારીશ્રીઓ, શિક્ષકશ્રીઓ અને વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.