તા.૨૩/૦૯/૨૦૨૬ના રોજ સવારે ૦૯:૦૦ કલાકે ‘સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત’ સંયુક્ત રીતે સામુહિક સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણનું આયોજન માન. કુલપતિશ્રી ડો. વી. પી. ચોવટિયા સાહેબનાં માર્ગદર્શનમાં કરવામાં આવેલ.

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, ગુજરાત સરકાર હેઠળ આવતા તમામ પ્રભાગો, કચેરીઓ વગેરેમાં સંયુક્ત રીતે સેવા સંકલ્પ અભિયાન નું આયોજન આજ રોજ તા. ૨૩.૦૯.૨૦૨૬નાં રોજ કરવામાં આવેલ છે. જે અંતર્ગત જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની કુલસચિવશ્રીની કચેરી, સંશોધન નિયામકશ્રીની કચેરી, વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી, આઈ. ટી. નિયામકશ્રીની કચેરી, હિસાબ નિયામકશ્રીની કચેરી, લાઈબ્રેરી, સરદાર સ્મૃતિ કેન્દ્ર , યુનિવર્સિટીની તમામ કોલેજો તેમજ પોલિટેકનિક સંસ્થાઓ, યુનિવર્સિટીનાં તમામ સંશોધન કેન્દ્દો, યુનિવર્સિટીનાં તમામ કૃષિ વિજ્ઞાન કેન્દ્રો ખાતે પણ તા.૨૩/૦૯/૨૦૨૬ના રોજ સવારે ૦૯:૦૦ કલાકે ‘સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત’ સંયુક્ત રીતે સામુહિક સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણનું આયોજન માન. કુલપતિશ્રી ડો. વી. પી. ચોવટિયા સાહેબનાં માર્ગદર્શનમાં કરવામાં આવેલ.
જેમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં તમામ યુનિવર્સિટી અધિકારીશ્રીઓ, તમામ કોલેજો તેમજ પોલિટેકનિક સંસ્થાઓનાં આચાર્યશ્રીઓ, વિભાગીય વડાશ્રીઓ, અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ તથા વિધાર્થીઓ વગેરે તેમજ યુનિવર્સિટીનાં તમામ સંશોધન કેન્દ્દો અને યુનિવર્સિટીનાં તમામ કૃષિ વિજ્ઞાન કેન્દ્રો ખાતેનાં તમામ અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી સામુહિક સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણની કામગીરીમાં સહભાગી થયેલ.