મુખ્ય તેલીબિયાં સંશોધન કેન્દ્ર ખાતે મગફળી માટેના અદ્યતન “સ્પીડ બ્રિડિંગ સ્ટ્રક્ચર”ના નિર્માણ કાર્યનું ભૂમિપૂજન તા. ૦૪/૧૨/૨૦૨૫ના રોજ કરવામાં આવેલ.
મુખ્ય તેલીબિયાં સંશોધન કેન્દ્ર ખાતેમગફળી માટેના અદ્યતન “સ્પીડ બ્રિડિંગ સ્ટ્રક્ચર”ના નિર્માણ કાર્યનું ભૂમિપૂજન તા. ૦૪/૧૨/૨૦૨૫ના રોજ જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રીડો. વી. પી. ચોવટીયા સાહેબના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી, ડો. એન. બી. જાદવ, કુલસચિવશ્રી, ડો.વાય.એચ. ઘેલાણી, નિયામકશ્રી, વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃત્તિ, ડો. આર. એમ. સોલંકી, નિયામકશ્રી, આઈ.ટી., ડો. કે. સી. પટેલ,સહ સંશોધન નિયામકશ્રી, ડો. વી. ડી. તારપરા, આચાર્ય અને ડીનશ્રી,કૃષિ ફેકલ્ટી, ડો. પી. ડી. કુમાવત,આચાર્ય અને ડીનશ્રી,બાગાયત ફેકલ્ટી, ડો. ડી. કે. વરુ,આચાર્ય અને ડીનશ્રી, કૃષિ ઇજનેરી ફેકલ્ટી, ડો. એચ. ડી. રાંક, પ્રિન્સિપાલ, એ.બી.એમ., ડો. સી. ડી. લખલાણી, નાયબકાર્યપાલક ઇજનેર, શ્રી પંકજ પ્રજાપતિ, સંશોધન વૈજ્ઞાનિક (મગફળી),ડો. આર. બી. માદરીયા તેમજ સંશોધનકેન્દ્રનાવૈજ્ઞાનિકો તથા કર્મચારીઓ હાજર રહેલ.આ સ્પીડ બ્રિડિંગ સુવિધા દવારા મગફળીમાં ઉચ્ચ ઉત્પાદકતાવાળી જાતોના વિકાસને વધુ વેગ મળશે. આ પ્રોજેક્ટથી ખેડૂતલક્ષી સંશોધનને મહત્વપૂર્ણ બળ મળશે. ડો. વી. પી. ચોવટીયા સાહેબ દવારા આ સુવિધાને કૃષિ સંશોધનમાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન ગણાવી ખેડૂતો માટે ઉપયોગી સાબિત થશે તેવી આશા વ્યક્ત કરેલ.







