કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી કોલેજના ફાર્મ મશીનરી અને પાવર ઇજનેરી વિભાગ દ્વારા ‘એગ્રી ડ્રોન પ્રોજેક્ટ’ અંતર્ગત યુનીવર્સીટીના જુદા-જુદા કૃષિ વિજ્ઞાન કેન્દ્રોના સહયોગથી ખેડૂતોના ખેતર પર ડ્રોન દ્વારા દવા છંટકાવનું નિદર્શન કરવામાં આવ્યું.
જુનાગઢ કૃષિ યુનિવર્સીટીને અટારી, પુણે તરફથી ફાળવવામાં આવેલ ‘એગ્રી ડ્રોન પ્રોજેક્ટ’ અંતર્ગત પોરબંદર, તરઘડીયા, નાના કાંધાસર, મોરબી, પીપળીયા, અમરેલી અને જામનગર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર હેઠળ આવતા ગામોમાં ખેડૂતોના ખેતર પર દવા છંટકાવના કુલ ૧૮ જેટલા નિદર્શન જે તે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સહયોગથી તા. ૦૭/૧૦/૨૦૨૩ થી ૨૧/૧૦/૨૦૨૩ દરમિયાન કરવામાં આવ્યા. આ નિદર્શન પૈકીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જામનગર હેઠળના ભાણવડ ખાતે તા. ૨૧/૧૦/૨૦૨૩ ના રોજ આયોજિત કૃષિ અને પ્રદર્શની મેળામાં નિદર્શન સમયે ગુજરાત રાજ્યના પ્રવાસન, સંસ્કૃતિક પ્રવૃતિઓ, વન અને પર્યાવરણ, કલાયમેટ ચેન્જ વિભાગના કેબીનેટ મંત્રીશ્રી મુળુભાઈ બેરા સાહેબ હાજર રહેલ અને તેમણે આ પ્રોજેક્ટ સંબંધિત માહિતી મેળવી હતી.