૩૮માં અખિલ ભારતીય આંતર યુનિવર્સિટી યુથ ફેસ્ટીવલમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢની લોક નૃત્યની ટીમએ રાષ્ટ્રીય કક્ષાએ ચતુર્થ સ્થાન પ્રાપ્ત કરેલ.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢના વિદ્યાર્થીઓએ ગણપત યુનિવર્સિટી, મહેસાણા(ગુજરાત) ખાતે યોજાયેલ ૩૮માં અખિલ ભારતીય આંતર યુનિવર્સિટી યુથ ફેસ્ટીવલ માં લોક નૃત્ય અને માઈમની સ્પર્ધાઓમાં ભાગ લીધેલ હતો. આ સ્પર્ધાઓ પૈકી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢની લોક નૃત્યની ટીમએ રાષ્ટ્રીય કક્ષાએ ચતુર્થ સ્થાન પ્રાપ્ત કરેલ. ઉપરોક્ત સ્પર્ધાના તમામ સ્પર્ધકો તેમજ ટીમ મેનેજરશ્રી ડો. જે. આર. તળાવીયા અને એલ.કે.મોકરીયાને યુનિવર્સિટીના માન.કુલપતિશ્રી ડો. વી. પી. ચોવટીયા. કુલસચિવશ્રી, ડો. વાય. એચ. ઘેલાણી, નિયામકશ્રી, વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃત્તિઓ ડો.આર. એમ. સોલંકીએ અભિનંદન પાઠવેલ હતા.