MOUs

Visitors Counter

30913778

જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે “Think the Best Do theBest” વિષય પર વ્યાખ્યાન કાર્યક્રમ યોજાયો

     જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ ખાતે નેશનલ એગ્રીકલ્ચરલ હાયર એજ્યુકેશન પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટિટ્યૂશનલ ડેવલોપમેન્ટ પ્લાન હેઠળ માન. કુલપતિશ્રી ડો. વી. પી. ચોવટીયાની પ્રેરણાથી તા. ૦૩/૦૩/૨૦૨૩ નાં રોજ “Think the Best Do the Best”વિષય પર વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવેલ હતું. સદરહુ કાર્યક્રમનાં મુખ્ય વક્તા ગુજરાતનાં પ્રસિદ્ધ મોટીવેશનલ સ્પીકર અને લેખક શ્રી શૈલેષભાઈ સગપરિયાએ તેઓની રસાળ શૈલીમાં આપણાં ભારતીય શાસ્ત્રોનાં અનુસંધાને વિષયને અનુરૂપ જીવનમાં સફળતા મેળવવામાં વિવિધ પાસાઓ અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પડેલ હતું, સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કર્યા હતા. કાર્યક્રમનાં અંતમાં વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ પણ કર્યો હતો. આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના સંશોધન નિયામકશ્રી ડો. એચ. એમ. ગાજીપરા, કુલસચિવશ્રી, ડો. પી. એમ. ચૌહાણ, નિયામકશ્રી વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃત્તિઓ ડો. આર. એમ. સોલંકી, તમામ કોલેજના આચાર્ય અને ડીનશ્રી, ડો. એન. કે. ગોંટિયા, ડો. ડી. કે. વરુ, ડો. સી. ડી. લખલાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં અધિકારીશ્રીઓ કર્મચારીશ્રીઓ અનેવિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનાં આયોજન માટે નિયામકશ્રી વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃત્તિઓ અને તેમની ટીમે જહેમત ઉઠાવી હતી.

JAU_001
JAU_002
JAU_003
JAU_004
JAU_005
JAU_006
JAU_007
JAU_008
JAU_009
1/9 
start stop bwd fwd

Advertisements