Tenders

Accounts

MOUs

Visitors Counter

43118906

“દરિયાકાંઠા વિસ્તારમાં ભૂગર્ભજળ રીચાર્જ અને સિંચાઈ પાણી વ્યવસ્થાપન” વિષય પર માંગરોળ તાલુકાના લોએજ ખાતે એક-દિવસીય નિદર્શન-વ-તાલીમ કાર્યક્રમનું તા. ૨૮ જાન્યુઆરી, ૨૦૨૫ ના રોજ આયોજન કરવામાં આવેલ.

     જુનાગઢ કૃષિ યુનિવર્સીટીની કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી કોલેજની ઓલ ઇન્ડિયા કો-ઓર્ડિનેટેડ રીસર્ચ પ્રોજેક્ટ - સિચાઈ પાણી વ્યવસ્થાપન,સિંચાઈ અને ડ્રેનેજ ઇજનેરી વિભાગ દ્વારા, “દરિયાકાંઠા વિસ્તારમાં ભૂગર્ભજળ રીચાર્જ અને સિંચાઈ પાણી વ્યવસ્થાપન”વિષય પર દરિયાકાંઠા વિસ્તારના માંગરોળ તાલુકાના લોએજ તથા તેની આસપાસના ગામોના ખેડૂતો તેમજ મેરા ગાવ મેરા ગૌરવ કાર્યક્રમ હેઠળના મકતુપુર, રહીજ, કંકાશા, શીલ અને તલોદ્રા ગામોના ખેડૂતો માટે એક-દિવસીય નિદર્શન-વ-તાલીમ કાર્યક્રમનું તા. ૨૮ જાન્યુઆરી, ૨૦૨૫ ના રોજમાંગરોળ તાલુકાના લોએજ ગામના ડિઝાસ્ટર હોલ ખાતે સફળતાપૂર્વક આયોજન કરવામાં આવેલ.

     આ તાલીમનું ઉદ્ઘાટન કાર્યક્રમના અધ્યક્ષ અને જૂનાગઢ કૃષિ યુનીવર્સીટીના સંશોધન નિયામક અને ડીન પી.જી. સ્ટડીઝ, , જૂનાગઢ ડો. આર. બી. માદરીયા, ના વરદ હસ્તે કરવામાં આવેલ, જયારે અતિથી વિશષશ્રીઓ  બાગાયત મહાવિદ્યાલયના આચાર્યશ્રી અને ડીનતરીકે ડો. ડી. કે. વરૂ, સહકારી મંડળીના પ્રમુખશ્રી રવિભાઈ નંદાણીયા,   તથા કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી કોલેજના આચાર્યશ્રી અને ડીનડો. એચ. ડી. રાંક, પ્રોસેસીંગ અને ફૂડ એન્જીનીયરીંગ વિભાગના વાડા ડો. એમ. એન. ડાભી, પ્રો. એ.એલ. વાઢેર, પ્રો. પી. બી. વેકરીયા, ડો. આર. જે. પટેલ, પ્રો. ડી. બી. ચાવડા વિગેરે પણ ઉપસ્થિત રહેલ.

     એક-દિવસીય નિદર્શન-વ-તાલીમ કાર્યક્રમમાં ઉપસ્થિત જુનાગઢ કૃષિ યુનિવર્સીટીના તજજ્ઞો દ્વારા જળ સંચયની અગત્યતા, બાગાયતી પાકોની સફળ ખેતી, કૃષિ પાકોની આવક વધારવા મૂલ્યવર્ધન, ભૂગર્ભજળ રીચાર્જ, ખેતી ખર્ચ ઘટાડવા માટે યાંત્રિકીકરણ, ડ્રોન પ્રત્યક્ષ નિદર્શન, પાણીનો કાર્યક્ષમ ઉપયોગ, પ્રિસિઝન એગ્રીકલ્ચર અને પિયત પાણી વ્યવસ્થાપનમાં ઓટોમેશનના વિષયો પર ઉપસ્થિત તાલીમાર્થીઓને માર્ગદર્શિત કરવામાં આવેલ તેમજ આધુનિક ટેકનોલોજીનું યાંત્રિકીકરણ, ડ્રોન ટેકનોલોજીનું પ્રત્યક્ષ નિદર્શન પણ સફળતાપૂર્વક કરવામાં આવેલ.

     કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી કોલેજના આચાર્ય અને ડીન તેમજ એઆઈસીઆરપી સિંચાઈ પાણી વ્યવસ્થાપન, સિંચાઈ અને ડ્રેનેજ ઇજનેરી વિભાગના વડાશ્રી ડો. એચ. ડી. રાંકની રાહબરી હેઠળ  પ્રો. પી. બી. વેકરીયા, ડો. આર. જે. પટેલ, પ્રો. એ. એલ. વાઢેર, પ્રો. ડી. બી. ચાવડા વિગેરે અધિકારીશ્રીઓ આ એક દિવસીય ખેડૂત તાલીમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવેલ હતી.

JAU_001
JAU_002
JAU_001
JAU_002
1/2 
start stop bwd fwd

Advertisements