Tenders

Accounts

MOUs

Visitors Counter

32859827

કૃષિ મહાવિદ્યાલય, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી જુનાગઢનાં કોન્ફરન્સ હોલ ખાતે તા.૦૧-૦૭-૨૦૨૪ નાં રોજ ત્રણ નવા ક્રિમિનલ લો જાગૃતતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.

કૃષિ મહાવિદ્યાલય, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી જુનાગઢનાં કોન્ફરન્સ હોલ ખાતેતા.૦૧-૦૭-૨૦૨૪ નાં રોજ ત્રણ નવા ક્રિમિનલ લો જાગૃતતા કાર્યક્રમ યોજાઇ ગયેલ. આ કાર્યક્રમમાં ડો. વી. પી ચોવટીયા, માન. કુલપતિશ્રી, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, જુનાગઢ એ ઉપસ્થિત રહે યુનિવર્સિટીના સર્વે અધિકારીઓ તેમજ વિદ્યાર્થીઓને જુદા જુદા કાયદા માહિતી દૈનિક જીવનમાં જરૂરિયાત વિશે માહિતગાર કર્યા, આ કાર્યક્રમમાં શ્રી જયકિશન દેવાણી, વકીલશ્રી અને પબ્લિક પ્રોસિક્યુટર, જુનાગઢ, મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા, તેમણે ભારત સરકાર દ્વારા ૦૧-૦૭-૨૦૨૪ના રોજ અમલમાં મૂકવામાં આવેલ ત્રણ નવા ક્રિમિનલ લો ૧) ભારતીય ન્યાય સંહિતા- ર૦ર૩, ર) ભારતીય નાગરીક સુરક્ષાા સંહિતા-ર૦ર૩ અને ૩) ભારતીય સાક્ષય અધિનિયમ-ર૦ર૩ તથા ઝીરો એફ.આઈ.આર.,કોમ્યુનિટી સર્વિસ, ડિજિટલ એવિડન્સ, સાયબર ક્રાઇમ અને સાઇબર પોલીસ સ્ટેશન વિગેરે વિશે વિસ્તૃત માહિતી આપી હતી. ડો. આર. એમ. સોલંકી એ આ કાર્યક્રમની રૂપરેખા તેમજ ક્રિમિનલ લો ની જાગૃતતાની આવશ્યકતા વિશે માહિતગાર કર્યા. આ કાર્યક્રમમાં ડો. આર. બી. માદરીયા, સંશોધન નિયામકશ્રી, ડો. એન. બી. જાદવ, વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી, ડો. આર. એમ સોલંકી, નિયામકશ્રી વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃતિઓ, ડો. પી.ડી. કુમાવત, આચાર્ય અને ડીનશ્રી, કૃષિ મહાવિદ્યાલય, ડો. ડી.કે. વરૂ, આચાર્ય અને ડીનશ્રી, બાગાયત મહાવિદ્યાલય, ડો. એમ.એન.ડાભી, ઇન્ચાર્જ આચાર્ય અને ડીનશ્રી, કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલય, ડો. સી. ડી. લખલાણી, આચાર્યશ્રી, પી.જી.આઈ.એ.બી.એમ., ડો. વી. ડી. તારપરા, સહ સંશોધન નિયામકશ્રી, યુનિટ હેડશ્રીઓ, વિભાગીય વડાશ્રીઓ, શિક્ષકશ્રીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં ગ્રુપ ડિસ્કશન અને પ્રશ્નોતરી પણ કરવામાં આવેલ. આ કાર્યક્રમ અત્રેની કૃષિ મહાવિદ્યાલય, બાગાયત મહાવિદ્યાલય, કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલય, પી.જી.આઈ.એ.બી.એમ. તેમજ સ્થાનિક પોલીટેકનીક કોલેજો દ્વારા સંયુક્ત રીતે આયોજીત કરવામાં આવેલ, આ કાર્યક્રમમાં ડો. પી. ડી. કુમાવતશ્રીએ  તમામ પ્રતિભાગીઓનું સ્વાગત કરેલ અને ડો. ડી.કે. વરૂએ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બદલ સર્વેનો આભાર માની કાર્યક્રમ પૂર્ણ કરે જાહેર કરેલ.

JAU_001
JAU_002
JAU_003
JAU_004
JAU_005
1/5 
start stop bwd fwd

Advertisements