Tenders

MOUs

Visitors Counter

35614566

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી, તરઘડિયા (રાજકોટ) ખાતે અટારી-પુનાના ડાયરેક્ટર ડો.એસ.કે.રોય દ્વારા મુલાકાત કરવામાં આવેલ.

     કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી,તરઘડિયા (રાજકોટ) ખાતે અટારી-પુનાના ડાયરેક્ટર ડો.એસ.કે.રોય દ્વારા મુલાકાત કરવામાં આવેલ. આ મુલાકાત દરમ્યાન તેમની સાથે જુનાગઢ કૃષિ યુનિવર્સીટીના વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડો.એન.જે.જાદવ,સહ વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડો.એચ.સી.છોડવડીયા ઉપસ્થિત રહેલ. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,તરઘડિયાના વડા ડો.જી.વી.મારવિયા, કૃષિ વૈજ્ઞાનિકો ડો.જે.એચ.ચૌધરી,શ્રી ડી.પી.સાનેપરા, શ્રીમતી હેતલબેન મણવર, ખેતીવાડી અધિકારીઓ શ્રી અનુપ ડાભી,શ્રી સહદેવ રાઠવા અને અન્ય સ્ટાફ ગણ પણ સાથે જોડાયેલ.

     ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવા એ ત્રણ રાજ્યોના કૃષિ વિજ્ઞાન કેન્દ્રોનો ઝોન એટલે અટારી-પુના. અટારી -પુનાથી પધારેલ ડાયરેક્ટર ડો.એસ.કે.રોય દ્વારા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-તરઘડિયાની મુલાકાત દરમ્યાન કેન્દ્ર ખાતે ચાલતી વિવિધ વિસ્તરણ પ્રવૃતિઓ,કેન્દ્ર ખાતે કાર્યરત વિવિધ યોજનાઓ અને તેની પ્રવૃતિઓ, કે.વી.કે. ખાતે કાર્યરત વિવિધ યુનિટ જેવા કે પાક કૌતુકાલય,વર્મીકમ્પોસ્ટ યુનિટ,નાડેપ કમ્પોસ્ટ યુનિટ,એન્ટોમોફેગસ પાર્ક,રેઇન વોટર હાર્વેસ્ટિંગ યુનિટ,પોષણ વાટિકા,પ્રાકૃતિક ખેતી પ્લોટ,સૌર ઉર્જા પાર્ક,વરસાદી પાણીના સંગ્રહ માટેની ખેત તલાવડી,આધુનિક સુવિધાઓથી સજ્જ ટ્રેનિંગ હોલ વગેરેની મુલાકાત કરેલ અને વિસ્તૃત માહિતી મેળવેલ. કે.વી.કે ફાર્મ ખાતે વાવેતર કરેલ બ્રીડર કક્ષાના ચણાના પાકની માવજત નિહાળીને ડાયરેક્ટર ખુબ જ પ્રભાવિત થયેલ. પ્રાકૃતિક ખેતીની પ્રવૃતિઓ અંગે વિસ્તૃત ચર્ચા કરેલ અને કે.વી.કે. તરઘડિયા દ્વારા થતી પ્રવૃતિઓથી ખુબ પ્રભાવિત થઈને આખી ટીમને અભિનંદન પાઠવેલ.

JAU_001
JAU_002
JAU_003
JAU_004
JAU_005
JAU_006
JAU_007
JAU_008
JAU_009
JAU_010
JAU_011
JAU_012
01/12 
start stop bwd fwd

Advertisements