Tenders

Accounts

MOUs

Visitors Counter

43443554

જુનાગઢ કૃષિ યુનિવર્સિટી હસ્તકના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મોરબી ખાતે તારીખ 8 થી 12 સપ્ટેમ્બર 2025 દરમિયાન કૃષિ ટેકનોલોજી સપ્તાહ નું આયોજન કરવામાં આવેલ.

જુનાગઢ કૃષિ યુનિવર્સિટી હસ્તકના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મોરબી ખાતે તારીખ 8 થી 12 સપ્ટેમ્બર 2025 દરમિયાન કૃષિ ટેકનોલોજી સપ્તાહ નું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં મોરબી જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાંથી કુલ 457 ખેડૂત ભાઈઓ તથા બહેનોએ ભાગ લીધેલ હતો. આ સપ્તાહ દરમિયાન અત્રેના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતેના સિનિયર સાયન્ટિસ્ટ અને હેડ શ્રી એમ.એફ. ભોરણીયા અને વૈજ્ઞાનિકશ્રીઓ દ્વારા હાલમાં કરવામાં આવેલ વાવેતર અંગેની તેમજ આગામી રવિ સિઝનમાં કરવામાં આવનાર વાવેતરની ઊંડાણપૂર્વક તેમજ આવનાર સમયમાં આધુનિક ખેતી પદ્ધતિમાં ટેકનોલોજીનો ઉપયોગ અંગેનું માર્ગદર્શન તેમજ નિદર્શનથી માહિતી આપેલ. હાલમાં ગુજરાત રાજ્યના માનનીય રાજ્યપાલશ્રી ના આહવાનને અનુસંધાને પ્રાકૃતિક ખેતી અંગેના જુદા જુદા આયામો ની વિશેષ સમજણ આપેલ હતી આ સપ્તાહ દરમિયાન જિલ્લામાં ખેડૂતો સાથે સંકળાયેલી સંસ્થાઓ અને વિભાગો જેવા કે આત્મા, એકેએઆરએસપી, વાલમી, ઇફકો, આઇપીએલ અને જીએનએફસી ના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કેવીકે મોરબી તથા ઉપરોક્ત સંસ્થાઓ તથા વિભાગોના અધિકારી અને કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવેલ હતી.

JAU_001
JAU_002
JAU_003
JAU_004
JAU_005
JAU_006
1/6 
start stop bwd fwd

Advertisements