Tenders

Accounts

MOUs

Visitors Counter

43443669

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી, તરઘડિયા (રાજકોટ) અને આગાખાન રૂરલ સંસ્થા પ્રોગ્રામના સંયુક્ત ઉપક્રમે વિશ્વ કપાસ દિવસની ઉજવણી કરવામાં આવેલ.

     કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી, તરઘડિયા (રાજકોટ) અને આગાખાન રૂરલ સંસ્થા પ્રોગ્રામના સંયુક્ત ઉપક્રમે રાજકોટ તાલુકાના સુર્યા રામપર ગામ ખાતે પ્રભુકૃપા જીન મિલના પટાંગણમાં વિશ્વ કપાસ દિવસની ઉજવણી કરવામાં આવેલ. જેમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, તરઘડિયાના કૃષિ વૈજ્ઞાનિક ડો.જે.એચ.ચૌધરી, આગાખાન રૂરલ સંસ્થામાંથી શ્રી રમેશભાઈ મકવાણા-ટીમ લીડર, શ્રી સાદિકભાઈ પરાસરા-ડી.ઓ.(એગ્રી) અને તમામ ફિલ્ડ સ્ટાફ મિત્રો, પ્રભુકૃપા જીન મિલના ઓનર શ્રી નિલેશભાઇ અને ભરતભાઈ તેમજ ૨૩૦ જેટલા ખેડૂત ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહેલ.

     કાર્યક્રમની સરુઆત શ્રી રમેશભાઈ મકવાણા દ્વરા શાબ્દિક સ્વાગતથી કરવામાં આવેલ. ત્યારબાદ ડો.જે.એચ.ચૌધરી એ કપાસના પાકની આધુનિક ખેતી પદ્ધતિ વિષે માર્ગદર્શન આપેલ, જેમાં જમીનની તૈયારી, બીજ પસંદગી, બીજ માવજત, પોષણ વ્યવસ્થાપન. પિયત વ્યવસ્થાપન, નિંદામણ નિયંત્રણ, રોગ-જીવાત નિયંત્રણ વગેરે વિષે વિસ્તૃતમાં ચર્ચા કરેલ. સાથોસાથ કપાસના પાકની પહોળા પાટલે ખેતી કરવાને બદલે સાંકડા ગાળે ખેતી કરીને દોઢા થી બમણું ઉત્પાદન મેળવી વધુ આર્થિક સધ્ધર કેમ થવું તે અંગે પણ માર્ગદર્શન આપેલ. ઉપરાંત આજના સમયની તાતી જરૂરીયાત એવી પ્રાકૃતિક ખેતી પદ્ધતિ વિષે પણ માર્ગદર્શન આપેલ. શ્રી રમેશભાઈ મકવાણાએ કપાસની ખેતીની સરુઆત થઇ ત્યાર થી લઇ ને આજ સુધી આવેલા બદલાવ અને કૃષિના અર્થ તંત્રમાં કપાસના પાકની અગત્યતા વિષે ચર્ચા કરેલ. પ્રભુકૃપા જીન મિલના ઓનર શ્રી નિલેશભાઇ એ ખેડૂતોને ઉત્તમ કક્ષાની ક્વોલિટી વાળો કપાસ કેમ પેદા કરવો અને વધુ ભાવ કેમ મેળવવા તેના વિષે માર્ગદર્શન આપેલ. અંતમાં સૌએ જીનની વિઝીટ કરેલ અને કપાસના આંતરરાષ્ટ્રીય માર્કેટ માટે ઉત્તમ કક્ષાની ક્વોલિટી કેમ જાળવવી તેની સમજ મેળવેલ.

JAU_001
JAU_002
JAU_003
JAU_004
JAU_005
JAU_006
1/6 
start stop bwd fwd

Advertisements