Tenders

Accounts

MOUs

Visitors Counter

33858338

કૃષિ મહાવિદ્યાલય, જુનાગઢ અને કૃષિ મહાવિદ્યાલય, મોરબી, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના પ્રથમ સેમેસ્ટરના વિદ્યાર્થીઓનો "ઓરિએન્ટેશન કાર્યક્રમ" તારીખ 13 અને 17 સપ્ટેમ્બર 2024 ના રોજ યોજાઈ ગયેલ.

     કૃષિ મહાવિદ્યાલય,જુનાગઢ અને કૃષિ મહાવિદ્યાલય, મોરબી, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના પ્રથમ સેમેસ્ટરના વિદ્યાર્થીઓનો "ઓરિએન્ટેશન કાર્યક્રમ" તારીખ 13 અને 17 સપ્ટેમ્બર 2024 ના રોજ યોજાઈ ગયેલ. આ કાર્યક્રમના ઉદ્ઘાટન દરમ્યાન ડો. વી.પી. ચોવટિયા માન. કુલપતિશ્રી, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, જુનાગઢે પ્રથમ સેમેસ્ટર, બી.એસસી. (ઓનર્સ) એગ્રી.માં પ્રવેશ મેળવેલ દરેક વિદ્યાર્થીઓને અભિનંદન આપતા જણાવેલ કે કૃષિ અભ્યાસક્રમોમાં સારી કારકિર્દીની ઘણી બધી તકો છે. રાવે અને ઈએલપી જેવા એગ્રીના અભ્યાસ દ્વારા એગ્રી એન્ટરપ્રિન્યોરશિપનો વિદ્યાર્થીઓમાં વિકાસ થાય છે. વેસ્ટર્ન સીડની યુનિવર્સિટી, ઓસ્ટ્રેલિયા સાથે ડ્યુઅલ ડિગ્રી પ્રોગ્રામમાં જોડાઈને પણ દેશ વિદેશમાં ભણવાની તકનો લાભ લઈ શકે છે. તેમના દ્વારા કૃષિ યુનિવર્સિટી હેઠળ ચાલતી જુદી જુદી કોલેજ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, પોલિટેકનિક કોલેજોની પણ માહિતી આપવામાં આવેલ. સાથે સાથે આશ્વાસન આપેલ કે કુટુંબના સભ્યની માફક તમામ યુનિવર્સિટી સ્ટાફ તેમજ રેકટર વિદ્યાર્થીઓ સાથે છે.

     સંશોધન નિયામકશ્રી ડો. આર.બી.માદરીયાએ જણાવેલ કે કૃષિમાં દરેક વિદ્યાર્થીઓ વચ્ચે પારિવારિક કૌટુમ્બીક ભાવના કેમ વધે ? તે વિશેનાં જ્ઞાનનો વિકાસ થાય છે. ડિગ્રી મેળવ્યા બાદ વૈજ્ઞાનિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે આહવાન કરેલ. આ કાર્યક્રમમાં કુલસચિવશ્રી ડો. વાય.એચ. ઘેલાણીએ જુનાગઢ કૃષિ યુનિવર્સિટી જુનાગઢના ઇતિહાસથી વિદ્યાર્થીઓને માહિતગાર કરતા જણાવેલ કે આ કોલેજની સ્થાપના 1960માં થઈ હતી અને હાલ પીએચડી સુધીનું કવોલેટી એજ્યુકેશન વિદ્યાર્થીઓને આપવામાં આવે છે.

નિયામકશ્રી વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃતિઓ ડો. આર.એમ. સોલંકીએ દરેક યુનિવર્સિટી અધિકારીઓના કાર્ય વિશે વિદ્યાર્થીઓને માહિતી આપી હતી. વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડો. એન.બી. જાદવએ દરેક વિદ્યાર્થીઓને વિસ્તરણ કેન્દ્રો તેમજ જુદા જુદા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના કાર્ય વિશે માહિતગાર કર્યા હતા. વિદ્યાર્થીઓને તેમની પ્રતિભા નીખારવા માટેના સૂચન પણ સાથે સાથે કરેલ હતા.

     આ કાર્યક્રમમાં ડો. પી.ડી. કુમાવત. આચાર્ય અને ડીનશ્રી, કૃષિ મહાવિદ્યાલય, જુનાગઢએ કાર્યક્રમની શરૂઆતમાં દરેક યુનિવર્સિટી અધિકારીઓ તેમજ ઉપસ્થિત દરેક અધિકારીશ્રીઓને આ કાર્યક્રમમાં આવકાર્યા હતા અને નવા પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

     આ કાર્યક્રમમાં તમામ પ્રાધ્યાપક અને વડાશ્રીઓ, પ્રથમ સેમેસ્ટરના વિષય શિક્ષકશ્રીઓ અને ડો. બી.એચ. તાવેથીયા, મદદનીશ પ્રાધ્યાપક અને ટેકનિકલ આસિસ્ટન્ટ, ડો. એમ.એચ. સાપોવાડીયા, મદદનીશ પ્રાધ્યાપક અને એકેડમીક ઇન્ચાર્જ, કૃષિ મહાવિદ્યાલય તેમજ કૃષિ મહાવિદ્યાલયના શ્રી એ.એસ. ઠક્કર, શિક્ષણ શાખાના પી.એન. બોરીસાનીયા,  એમ.સી. ચૌહાણ, ટી.વી. વોરા સહીત  અન્ય સ્ટાફગણ પણ ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં ડો. ડી.એસ. કેલૈયા, પ્રાધ્યાપક અને વડા, વનસ્પતિ રોગશાસ્ત્ર વિભાગએ દરેક હાજર અધિકારીશ્રીઓ તેમજ વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

     આ કાર્યક્રમમાં ડો. ડી.આર. મેહતા, ડો.બી.વી. પટોળિયા, ડો. એમ.એચ. સાપોવાડીયા, ડો. એ.એસ. જાડેજા, ડો. બી.એસ. ગોહિલ, ડો. જે.આર. તળાવીયા, ડો. બી. સ્વામીનાથનએ જુદા જુદા પ્રેઝન્ટેશનથી કોલેજમાં ચાલતી જુદી જુદી શિક્ષણ, સંશોધન, સ્પોર્ટ્સ, કલ્ચરલ, એકેડેમિક, હોસ્ટેલ, એનએસએસ વગેરેની વિસ્તૃત માહિતી આપેલ આ ઓરિએન્ટેશનકાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને જુદા જુદા વિભાગો જેવા કે લાઇબ્રેરી, સ્પોર્ટ કોમ્પ્લેક્સ તેમજ યુનિવર્સિટીના જુદા જુદા સંશોધન કેન્દ્રોની મુલાકાત પણ કરાવવામાં આવેલ હતી. જેમાં ડો. સાપાવડીયા, ડો. જાડેજા, પ્રો. પી.આઈ દવે અને શ્રી ડી.કે. મકવાણાએ વિઝીટની સારી રીતે કામગીરી કરેલ છે.

JAU_001
JAU_002
JAU_003
JAU_004
JAU_005
JAU_006
JAU_007
JAU_008
JAU_009
JAU_010
JAU_011
01/11 
start stop bwd fwd

Advertisements